ભારત પાકિસ્તાન લાઈવ મેચ : એશિયા કપ ૨૦૨૨

By | September 3, 2022

ભારત પાકિસ્તાન લાઈવ મેચ : 4 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન વચ્ચે થશે હાઈ વોલ્ટેજ મુકાબલો, એશિયા કપમાં સુપર 4ની ટીમો ફાઈનલઃ ક્યારે કઈ ટીમ સામે ટકરાશેઃ જોઈ લો આખું સિડ્યુલ

ભારત પાકિસ્તાન લાઈવ મેચ

એશિયા કપ T20 ટૂર્નામેન્ટની લીગ મેચો પૂરી થઈ ગઈ છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમોએ સુપર 4માં જગ્યા બનાવી લીધી છે. હવે આ ચાર ટીમો હવે એશિયા કપ ટાઈટલ માટે ટક્કર થવાની છે.

બંને ટીમો રવિવારે એટલે કે 4 ઓગસ્ટ ફરી ટકરાશે. ભારતીય ટીમ એશિયા કપમાં પાકિસ્તાન સામે સતત પાંચમી જીત નોંધાવવા ઇચ્છશે. બીજી તરફ બાબર આઝમ એન્ડ કંપની લીગ સ્ટેજમાં ભારત સામે મળેલ હારનો બદલો લેવા ઈચ્છશે. આવી સ્થિતિમાં ક્રિકેટ પ્રેમીઓને હાઈ વોલ્ટેજ મેચ જોવા મળી શકે છે.

એશિયા કપમાં ૦૪ સપ્ટેમ્બર રવિવારના રોજ ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હોટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.

  • હોંગકોંગને હરાવી પાકિસ્તાન સુપર-4માં પ્રવેશ્યું
  • રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાશે
  • એશિયા કપમાં પહેલી ટક્કરમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું
ભારત પાકિસ્તાન લાઈવ મેચ
ભારત પાકિસ્તાન લાઈવ મેચ

એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. 149 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે રન ચેઝ કરી મેચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાના શાનદાર ઓલરાઉન્ડર પરફોર્મન્સના સહારે ભારતે એશિયા કપની શાનદાર શરૂઆત કરી હતી. પાકિસ્તાન સામેની મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા બોલિંગ-બેટિંગ બંને ડીપાર્ટમેન્ટમાં મજબુત પ્રદર્શન કર્યું હતું.

સિનીયર બોલર ભુવનેશ્વર કુમારે દમદાર બોલિંગ કરતા પાકિસ્તાનના ચાર બેટ્સમેનોને આઉટ કરાયા હતા. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ ધારદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહે બે અને આવેશ ખાને એક વિકેટ લીધી હતી. બેટિંગમાં વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

હાર્દિક પંડ્યાએ દમદાર ઑલરાઉન્ડ પ્રદર્શન કરતા 3 વિકેટ પણ ઝડપી હતી સાથે જ 17 બૉલમાં 33 રન પણ ફટકાર્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 29 બૉલમાં 35 રન ફટકાર્યા હતા અને ટીમને જીત અપાવી હતી.

અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવાઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીંથી જોવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *