સમરસ છાત્રાલય એડમીશન 2022 : કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૨-૨૩નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં ફક્ત ગ્રુપ-1 ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો)માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઇટ પર તા. ૨૦-૦૯-૨૦૨૨ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
સમરસ છાત્રાલય એડમીશન 2022
આ પણ ખાસ વાંચો : ઘેર બેઠા પાન કાર્ડ મેળવો માત્ર ૧૦મિનિટ માં !
samras.gujarat.gov.in
ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી બ્લોક નં. ૪, પહેલો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. સમરસ છાત્રાલયમાં ઈજનેર કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત.
એડમીશન નિયમો
- સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારીના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. (નોંધઃ વિદ્યાર્થીએ ૫૦ % કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
- વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઇન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઇન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
- જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઇન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે.
- સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
- સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઇટ પર દર્શાવેલ છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.
- ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઇન અરજી કરી શકશે.
આ પણ ખાસ વાંચો : E FIR Gujarat : ગુજરાત સરકાર દ્વારા એપ લોન્ચ કરવામાં આવી
સમરસ છાત્રાલય એડમીશન 2022 અરજી કઈ રીતે કરવી?
જવાબ : ઈચ્છુક ઉમેદવારોએ સમરસ છાત્રાલય એડમીશન માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સમરસ છાત્રાલય એડમીશન 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ : ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦.૦૯.૨૦૨૨ છે.
સમરસ છાત્રાલય એડમીશન 2022 અરજી કોણ કરી શકે?
જવાબ : સમરસ છાત્રાલય એડમીશન 2022 : કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૨-૨૩નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં ફક્ત ગ્રુપ-1 ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો)માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ
સત્તાવાર જાહેરાત | અહીંથી વાંચો |
ઓનલાઈન અરજી | અરજી અહીંથી કરો |
અમને ગુગુલ ન્યુઝ પર ફોલો | ફોલો અહીંથી કરો |
