SBI WhatsApp Banking : દ્વારા ગ્રાહકો ઘેર બેઠા કરી શકશે ઘણા કામો

SBI WhatsApp Banking : થોડા દિવસ પેહલા SBI બેંક દ્વારા ગ્રાહકો માટે ખુશ ખબરી આપી છે, હવે SBI બેન્કના ગ્રાહકો બેકમાં ગયા વગર ઘેર બેઠા કરી શકશે આ મહત્વના કામો, જાણો ક્યાં કામો અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો તેની સંપૂર્ણ માહિતી નીચે લેખમાં આપેલ છે.

SBI WhatsApp Banking

SBI WhatsApp Banking : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank Of India) એ પણ WhatsApp બેંકિંગની સુવિધા શરૂ કરી છે. હવે તમે એસબીઆઈના વોટ્સએપ નંબર પર વોટ્ચેસેએપ ચેટ દ્વારા બેંકની આ સેવાઓનો લાભ લઈ શકો છો.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વોટ્સએપ બેંકિંગથી તમે 24×7 બેંકિંગ સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો, હાલ વોટ્સેએપ એપ આપણી જીવન શૈલીનો અભિન્ન ભાગ બની ગયો છે. ફેમીલી હોય કે ઓફીસ હાલના સમયમાં કોલ કરતા વોટ્સેએપ મેસેજથી સરળતાથી કામનો અંત આવી જતો હોય છે. તો ચાલો આપણે જાણીએ કે બેન્કની આ નવી પહેલ થી આપણે ક્યાં-ક્યાં લાભો લઇ શકીશું.

SBI WhatsApp બેન્કિંગ માટે નોધણી કઈ રીતે કરવી?

વોટ્સએપ બેંકિંગ મારફતે આ સેવા મેળવવા માટે તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

  • આ માટે તમારે WAREG ટાઇપ કરવું પડશે.
  • ત્યારબાદ સ્પેસ છોડી એકાઉન્ટ નંબર લખવાનો રહેશે.
  • પછી આ મેસેજ 7208933148 મોકલવાનો રહેશે.
  • યાદ રાખો કે, આ મેસેજ બેંકમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા જ મોકલવાનો હોય છે.
  • રજિસ્ટ્રેશન બાદ તમને સ્ટેટ બેંકના વોટ્સએપ નંબર પરથી મેસેજ મળશે.
  • રજિસ્ટ્રેશન માટે એસબીઆઈનો 9022690226 નંબર સેવ કરવાનો રહેશે.

SBI WhatsApp બેંકિંગ માટે સફળતાપૂર્વક નોંધણી કરાવ્યા પછી, તમારા WhatsApp નંબર પર SBIના નંબર 90226 90226 પરથી આપમેળે એક મેસેજ મળશે.

ત્યારબાદ એ મેસેજમાં (નંબર પર) ચેટ કરવાનું HI લખીને રેહશે

બેંક તરફથી આ રીતનો મેસેજ મળશે જે નીચે મુજબ છે.

Dear Customer, Welcome to SBI WhatsApp Banking Services! Please choose from any of the options below.

Account Balance

Mini Statement

De-register from WhatsApp Banking

You may also type your query to get started.

હવે તમારા તરફથી 1 ટાઈપ કરવાથી બેંક બેલેન્સની માહિતી આપવામાં આવશે, જ્યારે 2 ટાઈપ કરવાથી છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનના મિની સ્ટેટમેન્ટની માહિતી મળશે. એસબીઆઈ વોટ્સએપ બેંકિંગમાં નોંધણી રદ કરવા માટે, તમારે 3 લખવો પડશે.

હાલ SBI વોટ્સએપથી આ સુવિધાઓ મળશે

  • એકાઉન્ટ બેલેન્સ
  • મીની સ્ટેમેન્ટ
  • એસબીઆઈ વોટ્સએપ બેંકિંગ સાથે ડી-રજીસ્ટર કરો

Leave a Comment